ટ્રસ્ટ ની માહિતી
આપણા શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૨૦૨૩ માં કરવામાં આવી જેના કાર્યલયનું ઉદ્ઘાટન તા. ૨૪-૧૦-૨૦૨૩ મંગળવાર દશેરાને દિવસે સમાજના વડિલ શ્રી દલસુખભાઈ વિઠ્ઠલભાઈ સુથાર તથા સમાજના અન્ય સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યુ.
આ મંડળની સ્થાપના અમદાવાદ/ગાંધીનગર માં રહેતા આપણા સભ્યોને સામાજીક લાભો તથા સમાજની વિવિધ પ્રવૃતિઓની જાણકારી તેમજ લાભ મળી શકે તે હેતુથી કરવામાં આવી છે.
મંડળ ના કાર્યાલય ના ઉદ્ઘાટન બાદ તા. ૩-૧૨-૨૦૨૪ અમદાવાદ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ જેમાં વિવિધ સુથાર સમાજના મંડળ, છાત્રાલય, કાલિદાસ મિસ્ત્રી ભવન ના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મત્રીશ્રીઓ ક્રેડીટ સોસાયટીના ચેરમેનશ્રી તથા MD શ્રીઓએ આપણા આમંત્રણને માન આપી સમારંભમાં ઉપસ્થિત રહ્યા તેમજ આપણા સમાજના સભ્યો બહોળી સંખ્યામં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તેજ દિવસે આપણા સમાજના અધિકારીશ્રીઓ ડૉક્ટરશ્રી, પોલિસ અધિકારીશ્રી ઓનું બહુમાન પણ કરવામાં આવ્યુ, સમાજના સભ્યોએ મંડળના કાર્યક્રમમાં સહકાર આપી સફળ બનાવ્યો હતો.
કોઈપણ સમાજનું સંગઠન મજબુત હોવું જોઈએ. સમાજનો કોઈપણ વ્યક્તિ સામાજીક, સહકારી કે રાજકિય રીતે સારું કામ કરતો હોય તો સહ્કાર આપવો જોઈએ.
ટ્રસ્ટ ના હેતુઓ :-
– જરૂરિયાત વાળા વિધાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે હરકોઈ પ્રકાર કે કક્ષાની કેળવણી માટે પુસ્તકો, નોટબુકો, અભ્યાસ ના સાધનો આપવા
શીષ્યયવૃત્તિઓ આપવી, બહુમાન કરવું.
– હરકોઈ પ્રકારના સાહિત્ય ના વિકાસ માટે શિબિરો, સંમેલનો વિગેરે યોજવા.
– સાહિત્ય ના પ્રચાર અને પ્રસાર માટે ચોપાનીયા, પેમ્ફલેટ, પુસ્તક, પુસ્તીકા દ્વારા પ્રકાશન કરવું યા કરાવવું અને નહિ નફો નહિ નુકશાન
ના ધોરણે વહેચવા.
– જ્ઞાનસત્ર, ચર્ચાસભા, રાસગરબા, ગઝલ, નાટકો, જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજવી.
– જરૂરિયાત વાળા વિધાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે લાયબ્રેરી, રીડીંગ રૂમ, પુસ્તકાલય સ્થાપના ચલાવવા.
– કુદરતી કે માનવ સર્જિત સંકટોથી મુશ્કેલીમાં મુકાએલ તેમજ અન્ય જરૂરિયાતવાળા ને ભરણપોષણ, કપડા, વસવાટકે અનાજ
બીજી હર કોઈ જરૂરિયાત માટે મદદ થવું
– સમાજ ના ઉત્થાન માટે સમાજ ઉપયોગી કાર્યો કરવા, તેમજ માનવજાત ના ઉધ્ધાર માટે ના હરકોઈ પ્રકારની પ્રકારની પ્રવૃતિઓ કરવી.
– વિશિષ્ટ પ્રકારની સમાજમાં સેવા કરનાર પ્રતિભાશાળી વ્યક્તી, સંસ્થાને પ્રોત્સાહન મળે તે માટે તેઓને પુરસ્કાર આપવા અને બહુમાન કરવું
– સમાજ ના સારા નરસા પ્રસંગો માટે વાડી, સભા, હોલ બાંધવા તેમજ નિભાવવા.
– માનવજાત ની આર્થિક ઉન્નતી થાય, સાથે સાથે સામાજિક આરોગ્યલક્ષી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવી.
– સ્વાસ્થ્ય માટે નાનામોટા મેડીકલ સેન્ટર ચલાવવા તેમજ વિવિધ પ્રકાર ના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવું અને મેડીકલ સારવાર માટે મદદ કરવી.
– જરૂરિયાતમંદ જ્ઞાતિબંધુને મેડીકલ સારવાર માટે રોકડ / દવા સ્વરૂપે મદદ કરવી.
– અનાજ તેમજ જરૂરિયાત મંદ જ્ઞાતિબંધુને રોકડ / વસ્તુરૂપે મદદ કરવી.
– બેકારી નિવારણ અંગે રોજગારને લગતી હરકોઈ પ્રવૃત્તિ કરવી.
– જરૂરિયાત મંદવૃધ્ધ, અશક્ત, વ્યક્તિને રહેવા જમવા માટે વૃધ્ધાશ્રમો, અશક્તાશ્રમો સ્થાપવા તથા નિભાવવા.
– વિધવા-વ્યક્તા તથા જરૂરિયાત મંદ બહેનોને રોડ યા વસ્તુરૂપે સહાય / મદદ કરવી.
– બહેનો પગભર, આત્મનિર્ભર થઈ શકે તે માટે વિવિધ તાલીમ આપવી, માર્ગદર્શન આપવું.
– ટ્રસ્ટ ના કોઈપણ એક કે વધુ હેતુ માટે કોઈપણ વ્યક્તિ સંસ્થા કે ટ્રસ્ટ ને મદદ કરવી, મદદ લેવી યા સહકારમાં પ્રવૃત્તિઓ કરવી.
– યાત્રા પ્રવાસો નું આયોજન કરવું.
– જીવનસાથી પસંદગી સંમેલનનો યોજવા.
– સમાજ ના અવિવાહિત યુવક-યુવતીઓ માટે માહિતી પુસ્તિકા પ્રસિધ્ધ કરવી, લગ્ન બ્યુરો યોજવા.