શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ
યોજનાઓ
( ૧ ) દોતોર મેવાડા સુથાર સમાજ ની બહેનોજ આ યોજના નો લાભ લઇ શકશે .
( ૨ ) નિરાધાર અથવા વિધવા બહેનો જ આ યોજના નો લાભ લઇ શકશે .
( ૩ ) પતિ નું અવસાન થયું હોય અને તેમનો પુત્ર / પુત્રો પુખ્ત વય ના ન હોય તેમજ પુત્ર / પુત્રો કમાતા ન હોય તેવી બહેનો આ યોજના નો લાભ લઇ શકશે .
( ૪ ) પતિ નું અવસાન થયું હોય અને પુત્ર / પુત્રો જુદા રહેતા હોય તેમજ તેઓ તેમની માતા ને સાચવતા ન હોય તેવી બહેનો આ યોજના નો લાભ લઇ શકશે .
( ૫ ) પતિ ને કોઈ ગંભીર બીમારી હોય અને પરિવાર માં કોઈ કમાવવા વાળું ન હોય તેવી બહેનો આ યોજના નો લાભ લઇ શકશે .
( ૬ ) અરજી કર્તા સંબંધિત લાભાર્થીને ધોરણસર ની સહાય મંડળની કમિટીમાં મંજુર કયાા બાદ ચુકવવામાં આવશે . ( સહાય ની રકમ રૂપિયા : ૨૫૦૦ / – મંજુર કરેલ છે )